VIDEO: ઉપરવાસવાસમાં ભારે વરસાદ, ઉકાઈ ડેમમાંથી તાપીમાં છોડાયુ 23,164 ક્યુસેક પાણી
સોર્સ : gstv
ઉકાઈ ડેમમાંથી હાલમાં 23,164 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જ્યારે ડેમની સપાટી 334.60 ફૂટે પહોંચી છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ અને ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 8,764 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સામે ચાર હાઈડ્રો પાવર યુનિટ અને નહેર મારફતે કુલ 23,164 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચી હોવા છતાં ઉપરવાસમાં વરસાદનું જોર હાલ ઘટ્યું છે. જેના કારણે ડેમના દરવાજા ખોલવાની હાલ કોઈ જરૂરિયાત નથી. અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તાપી કાંઠાના વિસ્તારોમાં પણ સ્થિતિનું મોનિટરિંગ થઈ રહ્યું છે.

