Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Youth commits suicide by hanging himself in LCB office, was questioned on suspicion of bike theft

Surendranagar news: LCB કચેરીમાં યુવકે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, બાઇક ચોરીની શંકામાં કરાઇ હતી પૂછપરછ

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: LCB કચેરીમાં યુવકે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, બાઇક ચોરીની શંકામાં કરાઇ હતી પૂછપરછ
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર LCB કચેરીમાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. બાઇક ચોરીની શંકામાં પૂછપરછ માટે યુવકને લાવવામાં આવ્યો હતો. પોલીસ બનાવની જાણ યુવકના પરિજનોને કરી વધુ તપાસ હાથ ધરી છે. 

App Store

યુવકના મૃતદેહને PM અર્થે ખસેડાયો

સુરેન્દ્રનગરની એલસીબી કચેરીમાં આરોપીએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. 26 વર્ષીય ગજેન્દ્રસિંહ ઝાલા નામના યુવકને બાઇક ચોરીની શંકામાં પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં LCB સહિતની ટીમો હાજર રહી હતી અને પરિવારજનોને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.