Surendranagarમાં પાઇપલાઇનમાં ખામી સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી કાપ, શહેરીજનો પરેશાન
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરમાં અનેક વિસ્તારોમાં પાણી કાપ સર્જાયો છે. 80 ફૂટ રોડ, 60 ફૂટ રોડ, ભક્તિ નંદન સર્કલ અને મૂળચંદ રોડ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણમાં ખામી દેખાઈ છે. અચાનક પાણીની પાઇપલાઇન અને સિસ્ટમમાં ખામીના કારણે પાણીકાપની પરિસ્થિતિ ઉભી થઈ. મહાનગરપાલિકાની એન્જિનિયરિંગ ટીમને તરત જ કામે લગાવવામાં આવી છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી વિતરણ થતું રહ્યું છે, ત્યારે આજે પાણી કાપને કારણે શહેરીજનોને સમસ્યાનો સામનો કરવો પડશે. લોકો મહાનગરપાલિકા દ્વારા ઝડપથી પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોની અપેક્ષા રાખી રહ્યા છે.

