Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Water release operation started in Surendranagar's main Narmada Canal from today

VIDEO: સુરેન્દ્રનગરની મુખ્ય નર્મદા કેનાલમાં આજથી પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરની મુખ્ય નર્મદા કેનાલમાં આજથી પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પિયત, સિંચાઈ તેમજ પીવાના પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઢાંકી પંપિંગ સ્ટેશનથી ધોળીધજા ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે ડેમમાંથી સૌની યોજનાની પાઇપલાઇન અને ત્રણ અન્ય બ્રાન્ચ કેનાલોમાં પણ પાણીનો પ્રવાહ શરૂ કરાયો છે. આ પાણીથી ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને વાવેતર માટે પૂરતું પાણી મળશે. ઉપરાંત ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, કચ્છ અને મોરબી સહિતના જિલ્લાઓ સુધી પાણી પહોંચાડવામાં આવશે, જેથી પીવાના પાણીની સમસ્યામાં પણ રાહત મળશે.

App Store
ટોપિક્સ:gstv news