VIDEO: સુરેન્દ્રનગરના થાનમાં રખડતા ઢોર સાથે રિક્ષાની ટક્કર, દુર્ઘટનામાં 2ના મોત, 3 ઈજાગ્રસ્ત
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના ઝાલવાડમાં રખડતા ઢોરનો ત્રાસ વધુ એકવાર જીવલેણ સાબિત થયો છે. મૂળી-થાન રોડ પર ખાખરાળા ગામ નજીક ભયાનક અકસ્માત સર્જાયો છે. રૂપાવટી ગામથી થાનગઢ દર્શન કરવા જઈ રહેલા દર્શનાર્થીઓની રિક્ષા રસ્તામાં અચાનક પશુ સાથે અથડાતા પલટી મારી ગઈ હતી.આ દુર્ઘટનામાં 65 વર્ષના વૃદ્ધ અને 25 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા જ મૂળી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

