VIDEO: મહેસાણા સહિત ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ધોરાજી, પોરબંદર વિસ્તારોમાં અનેક પેટ્રોલ પંપ બંધ
સોર્સ : gstv
મહેસાણા સહિત ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ધોરાજી, પોરબંદર વિસ્તારોમાં અનેક પેટ્રોલ પંપ બંધ અથવા ડ્રાય આઉટ થયા છે. પંપ માલિકો મીનિમમ જથ્થો હોવાનું કહીને વેચાણ ટાળી રહ્યા છે.આ સ્થિતિને કારણે વેપાર-ઉદ્યોગ, પરિવહન અને ટ્રાન્સપોર્ટરો ભારે હાલાકીમાં મૂકાયા છે. માલના આવ-જા પર અસર પડવાની આશંકા વધી છે. ટ્રાન્સપોર્ટરોએ બે દિવસ પહેલા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જો સત્વરે નિરાકરણ નહીં આવે તો માલવહન વ્યવસ્થા પર મોટી અસર પડશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

