VIDEO: સુરેન્દ્રનગરના પેટ્રોલ પંપ પર સવારથી જ લાંબી લાઈનો
સોર્સ : gstv
સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ પંપો પર ડીઝલની ફાળવણી ન થતા ઇંધણની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન અને ટ્રક ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના સાતથી વધુ પંપો પર જથ્થો ખૂટી પડતા, જ્યાં ડીઝલ ઉપલબ્ધ છે ત્યાં મોડી રાત્રે બે કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. પંપ સંચાલકોના જણાવ્યા મુજબ, ત્રણ દિવસે માત્ર ૨૨ હજાર લીટર ડીઝલ જ ફાળવવામાં આવી રહ્યું છે, જે જરૂરિયાત સામે અત્યંત ઓછું છે. ડીઝલની આ અછતને લીધે ડમ્પર અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર વ્યાપક અસર પડી છે અને વાહનચાલકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.

