VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાનગઢ તાલુકામાં ખનિજચોરો સામે પ્રશાસને લાલ આંખ કરી
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાનગઢ તાલુકામાં ખનિજચોરો સામે પ્રશાસને લાલ આંખ કરી છે. ડેપ્યુટી કલેક્ટરે ગેરકાયદેસર ખનન અટકાવવા માટે હવે આધુનિક ટેકનોલોજીનો આશરો લીધો છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ગેરકાયદેસર રીતે કરાયેલા ૧,૦૦૦ જેટલા ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે.ખનિજચોરી ફરી શરૂ ન થાય તે માટે જામવાડી, ભાડુલા, આશુન્દ્રળી અને ભેટ જેવા ૪૨ જેટલા સંવેદનશીલ બ્લેકપોઇન્ટ પર હવે ડ્રોન કેમેરાથી ૨૪ કલાક નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, પ્રશાસને કડક આદેશ આપતા જણાવ્યું છે કે, વિસ્તારના ૫૦થી વધુ મોટા ખનિજ માફિયાઓને ટૂંક સમયમાં જ તડીપાર કરવામાં આવશે અને તેમની સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

