VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આણંદપુર ચોકડી નજીક આવેલી દુકાનોમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આણંદપુર ચોકડી નજીક આવેલી દુકાનોમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ટીમોને પણ મદદ માટે મોકલવામાં આવી હતી. શિવ લહેરી કોમ્પ્લેક્સ પાસે આવેલી બે દુકાનોમાં આગ લાગતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. દુકાનોમાં સ્પેરપાર્ટ્સ, ઓઇલ અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

