VIDEO: નવરાત્રીમાં બહેનોની સુરક્ષા માટે વીએચપી, બજરંગ દળે હેલ્પલાઈન નંબર જાહેર કર્યું
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં જીમની ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સક્રિય થયા છે. નવરાત્રી પર્વ દરમિયાન હિન્દુ બહેન-દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંસ્થાઓ દ્વારા વિશેષ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે....નવરાત્રીના નવ દિવસો સુધી આ સંપર્ક નંબર ૨૪ કલાક કાર્યરત રહેશે. પાર્ટી પ્લોટ કે શેરી ગરબા દરમિયાન જો કોઇપણ બહેન-દીકરીને કોઈ પણ પ્રકારની સમસ્યા કે મૂંઝવણ ઉભી થાય, તો તેઓ આ નંબર પર બેધડક સંપર્ક કરી શકશે. VHP અને બજરંગ દળ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે મદદ માંગનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને કાર્યકરો સતત નજર રાખશે.

