Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Tightened bandh against cow slaughter

VIDEO: ગૌ હત્યાના વિરોધમાં પાટડી સજ્જડ બંધ

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના પાટડીમાં ગૌહત્યાની ધટનાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં પાટડી સજ્જડ બંધ રહ્યું છે, જેમાં વેપારીઓ અને ઉદ્યોગકારોએ સ્વયંભૂ સમર્થન જાહેર કર્યું હતું. ગૌહત્યાના આરોપીઓની વહેલી તકે ધરપકડ કરી તેમને સજા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. આ વિરોધના ભાગરૂપે પાટડીમાં એક વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં સંતો-મહંતો સહિત ૫ હજારથી વધુ લોકો જોડાયા હતા. રેલી બાદ આગેવાનોએ ડેપ્યુટી કલેકટર અને પોલીસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગરમાં ગૌહત્યાના વધતા જતા બનાવોને લઈને લોકોની સુરક્ષા અને ધાર્મિક લાગણી દુભાતા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store