Surendranagar news: ખાદ્યતેલના 12 હજાર ડબ્બાનો જથ્થો નાણાં ચૂકવ્યા વગર જ કડીના શખ્સોએ ઉઠાવ્યો, વેપારી સાથે છેતરપિંડી

સુરેન્દ્રનગર જિલ્લામાં 2.49 કરોડની છેતરપિંડીની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરમાં આવેલી તેલની ફેકટરીમાંથી ખાદ્ય તેલના 12 હજારના ડબ્બાનો ઓર્ડર આપ્યા બાદ કડીના ત્રણ શખ્સોએ રૂપિયા જ આપ્યા નહીં. મહેસાણાની પાર્ટીએ 80 જેટલા ચેક આપ્યા હતા તે પણ બાઉન્સ થયા હતા. તેલની ફેકટરીના માલિકે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
ખાદ્ય તેલના 12 હજાર ડબ્બાનો ઓર્ડર આપ્યા બાદ કડીના ત્રણ લોકોએ રૂપિયા ચૂકવ્યા વગર જ માલ ઉઠાવી લીધો હતો. મહેસાણાની પાર્ટીએ ચુકવણી માટે 80 જેટલા ચેક આપ્યા હતા, પરંતુ બધા જ બાઉન્સ થતા વેપારી મુશ્કેલીમાં મુકાયો. કુલ 2.49 કરોડની છેતરપિંડી બહાર આવતા બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી.
પોલીસે છેતરપિંડી આચરનાર શખ્સને ઝડપ્યો
પોલીસે મુખ્ય આરોપી રજનીકાંત પટેલને ઝડપી લીધો છે અને બાકી આરોપીઓની શોધખોળ ચાલુ છે. બી ડિવિઝન પોલીસે છેતરપિંડી આચરનાર રજનીકાંત પટેલને ઝડપી લીધો હતો. અન્ય શખ્સોની પણ તપાસ આદરવામાં આવી છે.

