Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Than police beat the mother of a love-married youth

SURENDRANAGAR : થાન પોલીસે પ્રેમલગ્ન કરનાર યુવકની માતાને માર્યો ઢોર માર

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2024
લાઇવ ટીવીGoogle News
SURENDRANAGAR : થાન પોલીસે પ્રેમલગ્ન કરનાર યુવકની માતાને માર્યો ઢોર માર

Surendranagar News : સુરેન્દ્રનગરની થાન પોલીસે પ્રેમલગ્ન કરનાર યુવકની માતાને માર્યો ઢોર માર માર્યો હોવાની ઘટના ઘટી છે.યુવક અને યુવતીએ પ્રેમસંબંધમાં લગ્ન કર્યા બાદ યુવકની માતાને પોલીસ મથકે લઈ જઈ પોલીસે ઢોર માર મારતા ચકચાર મચી ગઈ છે. 

App Store

રેખાબેન નામની મહિલા કોન્સ્ટેબલ તેમજ અન્ય 4 પોલીસકર્મીઓએ મહિલાને રૂમમાં લઇ જઇ ઢોર માર માર્યો હતો. ભોગ બનેલી મહિલાને નિર્દયી રીતે પોલીસે માર મારતા આ મુદ્દે થાન કોર્ટમાં પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી છે. 

મહિલાના હાથમાં અને શરીરના અન્ય ભાગોમાં 20થી વધુ ચામડાના પટ્ટા મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાને પણ આ બાબતે રજૂઆત  કરવામાં આવી છે. ભોગ બનેલા પરિવારે જિલ્લા પોલીસવડા સમક્ષ યોગ્ય ન્યાયની માંગણી કરી છે.