Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar News: Provincial Officer sees 7 dumper without royalties, flutter in mineral mafia

VIDEO: ચોટીલા પ્રાંત અધિકારીએ ફિલ્ડ પર ઉતરી કરી કાર્યવાહી, ખનીજ માફિયાઓના દબોચ્યા 7 ડમ્પર

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 સુરેન્દ્રનગરના જસાપર અને ગોદાવરી નજીક ગેરકાયદેસર ખનિજ વહનનો મોટો કૌભાંડ ઝડપાયુ છે. ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરી 7 ડમ્પરો ઝડપી પાડ્યા, જે રોયલ્ટી વગર બ્લેકટ્રેપનું વહન કરી રહ્યા હતા.

App Store

પ્રાંત અધિકારીએ ફિલ્ડમાં ઉતરીને આકરી કાર્યવાહી હાથ ધરી

આ દરોડામાં 2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. 7 ડમ્પર માલિકો સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. ખનિજ ચોરી અટકાવવા પ્રાંત અધિકારીએ ફરી એકવાર ઓફિસ છોડી ફિલ્ડમાં ઉતરીને આકરી કાર્યવાહી હાથ ધરી, જેથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.  

૨.૮૦ કરોડનો મુદ્દામાલ કબજે કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો

 તંત્રની ટીમે ડમ્પર, કચપી સહિત કુલ રૃા.૨.૮૦ કરોડનો મુદ્દામાલ કબજે કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ સાત ડમ્પર માલિક (૧) મુનાભાઈ માધાભાઈ જાદવ (રહે.પોગાણ તા.વિરમગામ) (૨) ભગીરથસિંહ આર. સીંધવ (રહે.સાયલા) (૩) રાજેન્દ્રસિંહ નારાયણસિંહ પઢીયાર (રહે.સાયલા) (૪) ભરતભાઈ વસાભાઈ ભરવાડ (૫) સતીષભાઈ ડી. ગોહિલ અને (૬) મુન્નાભાઈ સામે કાર્યવાહી હાથ ધરી છે.

ટોપિક્સ:gstvchotilasurendranagardumper