સુરેન્દ્રનગર / પરશોત્તમ રૂપાલાનું પૂતળું બાળવા ભેગા થયેલા 10 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

Surendranagar news : કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક જાહેરસભામાં ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીક્ળ્યો છે અને ઠેર ઠેર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે અને પૂતળા બાળવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં પરશોત્તમ રૂપાલાનું પૂતળું બાળવા ભેગા થયેલા 10 લોકો સામે જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝનના હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ મુજબ જુની હાઉસીંગ બોર્ડ પાસે યુરોકિડસ સ્કુલ પાસે ક્ષત્રિય સમાજના મધ્યસ્થ કાર્યાલયની બહાર જાહેરરોડ ઉપર કેટલાક લોકો ભેગા થઇ પરશોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરતા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે બહાર પડેલા રાજીનામાનો ભંગ કરતા આ 10 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે :
- યુવરાજસિંહ જયુભા પરમાર રહે સુ.નગર દાળમીલ રોડ
- કૃષ્ણપાલસિહ લગધીરસિંહ ઝાલા રહે સુ.નગર દાળમીલ રોડ
- ઓમદેવસિંહ ઝાલા
- મહાવીરસિંહ ઝાલા રહે સુ.નગર મુળ રહે લાલીયાદ તા.ચુડા
- નિર્મળસિંહ ઝાલા રહે દુધરેજ
- વિશ્વરાજસિંહ ઝાલા રહે સુ.નગર
- હરદેવસિંહ પરમાર રહે સુ.નગર
- મયુરસિંહ
- હિતેન્દ્રસિંહ જાડેજા
- રાજભા ઝાલા રહે દાળમીલ રોડ સુ.નગર
આ તમામ વિરુદ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. ૧૪૩, ૧૪૯ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ધોરણસર ફરીયાદ નોંધવામાં આવી છે.

