VIDEO: સુરેન્દ્રનગર LCBએ મધ્યપ્રદેશની કંઝર ગેંગના સાગરીતોને દબોચ્યા
સોર્સ : gstv
સુરેન્દ્રનગર LCBએ મધ્યપ્રદેશની કંઝર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યા છે, જેઓ હાઇવે પરની VIP હોટલોને ટાર્ગેટ કરી લૂંટ કરતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલી હોટલો પાસે પાર્ક કરાયેલા વાહનોના કાચ તોડી રોકડ અને કિંમતી સામાનની ચોરી કરવામાં આવતી હતી. પોલીસે અરબાઝ મુલતાની, અલરખા મુલતાની અને સદામ મુલતાનીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂ.30 હજાર રોકડા, મોબાઇલ તથા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લૂંટ દરમિયાન કાર પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવવામાં આવતી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ વઢવાણ, જોરાવરનગર, બગોદરા સહિત 10થી વધુ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓમાં સંડોવણીની કબૂલાત કરી હોવાની માહિતી સામે આવી છે.

