VIDEO: ચાંદીપુરા વાઇરસ સામે સુરેન્દ્રનગર આરોગ્ય તંત્ર અલર્ટ, ૨૦૦થી વધુ ડોક્ટરો સાથે યોજાઈ તાકીદની બેઠક!
સોર્સ : GSTV
ચાંદીપુરા વાઇરસના સંભવિત ખતરાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે સતર્ક થઈ ગયું હતું. મગજના તાવના લક્ષણો ધરાવતા બાળકોના ફરજિયાત સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટ કરાવવાના આદેશ આપીને આરોગ્ય અધિકારીઓએ જિલ્લાના ૨૦૦થી વધુ તબીબો સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. જૂના અને માટીના કાચા મકાનોમાં સેન્ડફ્લાય દ્વારા આ રોગ ફેલાતો હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ સતર્કતા દાખવવાની સૂચના આપવામાં આવી હતી. તંત્ર દ્વારા જિલ્લાના આશરે ૨૮ હજાર કાચા મકાનોમાં ફોગિંગ અને જંતુનાશક દવાઓના છંટકાવની વ્યાપક ઝુંબેશ શરૂ કરાઈ હતી. વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે વિવિધ સ્થળોએથી નમૂનાઓ એકત્રિત કરીને જિલ્લામાં ચાંદીપુરાનો એક પણ કેસ ન નોંધાય તે માટે આગોતરું આયોજન હાથ ધરાયું હતું.

