Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar: Farmers are very angry over not getting adequate price for cumin seeds

સુરેન્દ્રનગર: જીરાના પુરતા ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ, તંત્ર સામે બાંયો ચઢાવી

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2025
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગર: જીરાના પુરતા ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ, તંત્ર સામે બાંયો ચઢાવી

ગુજરાતના ખેડૂતોમાં ફરીથી રોષ જોવા મળી રહ્યો છે.  સુરેન્દ્રનગરના ખેડૂતોમાં જીરાના પુરતા ભાવ ન મળવાને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાવેતરનો ખર્ચ પણ ન નીકળતો હોવાની ખેડૂતોએ વેદના ઠાલવી છે. ખેડૂતોએ રોષ ઠાલવતા જણાવ્યું કે વાતાવરણમાં પલટાના પગલે 30% જેટલાં જીરાના પાકમાં નુકસાન થયું હતું.

App Store

યોગ્ય ભાવ ન મળતા  ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ

તો બીજી તરફ યોગ્ય ભાવ ન મળતા  ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોને જીરાના ભાવ માત્ર 4 હજર જેટલા મળી રહ્યા છે, જેમાંથી ખેડૂતોને કશું મળી નથી રહ્યું.

તનતોડ મજૂરી કરીને જીરાનું વાવેતર ખેડૂતોએ કર્યું 

મોંઘીદાટ દવાઓ, બિયારણ, ખાતર નાખીને તનતોડ મજૂરી કરીને જીરાનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું, જોકે ત્યાર બાદ યોગ્ય ભાવ ન મળતાં ખેડતોને ખોટ ખાવાનો સમય આવ્યો છે.