VIDEO: સુરેન્દ્રનગર: વરસાદનો કહેર 36 રસ્તાઓ બંધ ને 50થી વધુ ગામોમાં વીજળી ગુલ!
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે પડેલા તોફાની વરસાદ બાદ વહીવટી તંત્રએ પ્રથમ રિપોર્ટ રજૂ કર્યો છે. લખતર, લીંબડી, દસાડા અને મૂળી તાલુકામાં ભારે નુકસાન થતાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. પંચાયત અને સ્ટેટ હાઇવેના કુલ 36 રસ્તાઓ બંધ કરાયા છે, જ્યારે 10 ફીડર બંધ થતાં 50થી વધુ ગામો અંધારપટમાં ફેંકાયા છે. નાયકા અને વાસલ ડેમ ઓવરફ્લો થતાં SDRFની ટીમે નદીના પટમાંથી 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પણ પ્રભાવિત થયો છે.

