VIDEO: સુરેન્દ્રનગરના પ્રખ્યાત તરણેતર ભાતીગળ મેળામાં મંજૂરી વગર રાઈડો બંધ રહેતા પ્રવાસીઓમાં ભારે નિરાશા
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના વિશ્વપ્રસિદ્ધ તરણેતર ભાતીગળ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ નેતાઓ અને અધિકારીઓ દ્વારા ફોટો સેશન કરાવીને મેળાને ખુલ્લો મૂકી દેવા છતાં રાઈડો શરૂ કરવાની પરમિશન મળી નથી. ડોક્યુમેન્ટ્સ અધૂરા હોવાને કારણે અને એસઓપીનું પાલન ન થતાં તંત્રએ મંજૂરી રોકી દીધી છે, જેથી ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારે છેલ્લી ઘડી સુધી અભિપ્રાય આપ્યો ન હતો. કલેક્ટર અને ધારાસભ્યોની ઉપસ્થિતિ છતાં આ પ્રશ્ન ઉકેલાયો ન હોવાથી મોટી રાઈડો બંધ રહી છે. વળી, વરસાદનું વિઘ્ન અને રાઈડ્સ બંધ હોવાને કારણે પ્રથમ દિવસે મેળામાં ભીડ ખૂબ જ ઓછી જોવા મળી હતી અને યુવા વર્ગે કંટાળો અનુભવ્યો હતો.

