સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રાના હરિપર રોડ પર એક આધેડની હત્યા કરી તેની લાશ તળાવમાં ફેંકી દેવાતા ચકચાર મચી છે. જિલ્લામાં ત્રણ દિવસમાં હત્યાનો બીજો બનાવ બનતા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.