VIDEO: હાઈકોર્ટનો આદેશ છતાં પગાર વધારો નહીં, આંગણવાડી બેહનોમાં ભારે રોષ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં પગાર વધારાની માંગ સાથે 500થી વધુ આંગણવાડી વર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે. વર્કર બહેનોનો આરોપ છે કે હાઇકોર્ટના આદેશ બાદ પણ તંત્ર દ્વારા તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો નથી. ઓનલાઈન કામગીરી, મેડિકલ કામગીરી સહિતની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે, પરંતુ તેના બદલામાં માત્ર રૂ.5,500નું માનદ વેતન આપવામાં આવે છે. પગાર વધારાની માંગણીને લઈને વર્કર બહેનોએ સરકાર સમક્ષ તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરી છે. માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ગાંધીનગરમાં ધામા નાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

