Surendranagar news:રાજુ કરપડાએ આપના ત્રણ નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી, જાણો શું છે સમગ્ર મામલો

સોર્સ : GSTV
રાજ્યના સુરેન્દ્રનગરના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજુ કરપડાએ આપના ત્રણ નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તાજેતરમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં કરપડા જેલના ડરથી પક્ષ બદલતા હોવાની ચર્ચા હતી.
આ ક્લિપ AI દ્વારા બનાવવામાં આવી છે
જોકે, કરપડાનો આક્ષેપ છે કે આ ક્લિપ AI દ્વારા બનાવવામાં આવી છે અને ખેડૂતોમાં તેમની છાપ ખરડવાનો પ્રયાસ થયો છે. સુરેન્દ્રનગર સાયબર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

