VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત, પેટ્રોલ પંપ પર લાગી લાંબી લાઈન
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત યથાવત રહેતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પેટ્રોલ પંપો બહાર ડીઝલ અને પેટ્રોલ ભરાવવા માટે પાંચ કિલોમીટર સુધી લાંબી લાઈનો જોવા મળી રહી છે. ડીઝલની અછતને કારણે ખેડૂતો અને ટ્રાન્સપોર્ટધારકો સૌથી વધુ પરેશાન બન્યા છે
કેટલાક સ્થળોએ પાવર ડીઝલના નામે પ્રતિ લિટર બે રૂપિયા વધુ વસૂલાતા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. ડીઝલના અભાવે ધંધા-રોજગાર અને ઉદ્યોગો પર સીધી અસર પડી રહી છે. અનેક ઉદ્યોગોની ડીઝલ આધારિત ભઠ્ઠીઓ પણ બંધ થવાની સ્થિતિમાં પહોંચી ગઈ છે.

