VIDEO : સુરેન્દ્રનગરના રણમાં મીઠાના અગરોમાં 50 કિમી સુધી ફરી વળ્યું નર્મદાનું પાણી, કરોડોના નુકસાનની ભીતિ
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં દહેગામ, નિમકનગર, કુડા, ખારાઘોડા સહિતના રણ વિસ્તારોમાં અગરિયાઓના મીઠા પર 50 કિમી સુધીના વિસ્તારમાં નર્મદાનું પાણી ફરી વળ્યું છે. નર્મદાની કેનાલો મારફતે ઓવરફ્લો થતું પાણી રણમાં ભરાઈ જતા અગરિયાઓના પટ્ટામાં તૈયાર થયેલું મીઠું નર્મદાના પાણીમાં ડૂબી ગયું છે, જેના કારણે અગરિયા દીઠ 200-250 ટન મીઠાનું નુકસાન થવાની ભીતિ છે. નર્મદાનું પાણી ફરી વળતા મીઠાના ઉત્પાદનમાં થશે ઘટાડો થશે જેની સીધી અસર મીઠા ઉદ્યોગ પર થશે. જો આ પાણી રોકવામાં નહીં આવે તો અગરિયાઓનું તૈયાર થયેલું મીઠું પણ બગાડી જશે.

