સુરેન્દ્રનગર : મુળીના દીગસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા

સુરેન્દ્રનગરના મુળીના દીગસર ગામમાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બીજી તરફ હત્યા કરનારા ત્રણ હત્યારાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દીગસર ગામમાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી છે. જેમાં પહેલા પત્નીએ કેતનને ખોરાકમાં ઉંઘની દવા આપી ત્યારબાદ તેના પ્રેમી વિક્રમ માથાસૂરિયાએ કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસે 3 હત્યારાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
બીજી તરફ આ હત્યાના મામલે મુળી પોલીસે 3 હત્યારાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હત્યાનો ભોગ બનનાર યુવકની પત્નીને વિક્રમ સાથે આડા સંબંધ હોવાનું સામે આવ્યું છે.

