VIDEO: સુરેન્દ્રનગરના કોરડા ગામે હત્યાનો પર્દાફાશ: આત્મહત્યા જણાતો કેસ સગા ભાઈ અને માતા સહિત છ આરોપીઓની ધરપકડથી ઉકેલાયો
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લાના કોરડા ગામે અગાઉ આત્મહત્યા તરીકે સામે આવેલો કેસ આખરે હત્યા હોવાનું બહાર આવ્યું છે. યુવક તેની પ્રેમિકા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો અને પરિવાર પર જમીન પોતાના નામે કરાવવા માટે દબાણ કરી રહ્યો હતો. આ બાબતથી કંટાળીને પરિવારે તેની હત્યા કરી મૃતદેહ ઘરમાં લટકાવી દીધી હતી અને બાદમાં અંતિમક્રિયા પણ કરી નાખી હતી....પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓએ યુવકને ધોકા અને પાઈપથી માર મારીને ગળેફાંસો આપી હત્યા કરી હતી. આ મામલે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી સગા ભાઈ, માતા અને કાકા સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી ચૂડા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

