VIDEO: સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ખનિજ માફિયાઓ દ્વારા રસ્તાઓ બનાવી બેફામ ગેરકાયદે રેતી ખનન
સોર્સ : gstv
સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં બેફામ ખનિજ ચોરીના આક્ષેપો સામે આવ્યા છે. વઢવાણથી સુરેન્દ્રનગર વચ્ચે નદીના પટમાં ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદે ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપો છે. ધોળા દિવસે નદીના પટમાં ખોદકામ કરી ટ્રેક્ટરો મારફતે રેતી કાઢવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વઢવાણ, જોરાવરનગર અને સુરેન્દ્રનગર વચ્ચે નદીમાં 20થી વધુ ટ્રેક્ટરો ઉતારી ખનન થતું હોવાના આક્ષેપો છે. નદીમાં વાહનો ઉતારવા માટે રસ્તાઓ પણ બનાવવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, નદી નજીકથી અધિકારીઓની અવરજવર હોવા છતાં કાર્યવાહી થતી નથી. તંત્રની નિષ્ક્રિયતાથી ખનિજ માફિયાઓ બેફામ બન્યા હોવાના આક્ષેપો વચ્ચે કડક કાર્યવાહી અને ભોગાવો નદીને બચાવવા તાત્કાલિક પગલાં લેવાની લોકમાંગ ઉઠી છે.

