VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાની આફત: ૮૦ રસ્તાઓ બંધ અને ૬૦થી વધુ ગામો સંપર્કવિહોણા
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ધ્રાંગધ્રામાં ૮ અને વઢવાણમાં ૭ ઇંચ વરસાદ ખાબકતા ફલકું, નાયકા, વાંસલ અને ધોળીધજા ડેમ સતત બીજા દિવસે પણ ઓવરફ્લો થયા છે. જિલ્લાના લીંબડી, વઢવાણ, લખતર, ચુડા અને થાનગઢ તાલુકાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે, જેના કારણે ૮૦ રસ્તાઓ સતત બીજા દિવસે બંધ રહેતા ૬૦થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે. સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા ૪૮૯ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ કુદરતી આફતમાં ૨૦૦થી વધુ કાચા-પક્કા મકાનો ધરાશાયી થયા છે અને ૫૦થી વધુ મૂંગા પશુઓના મોત નીપજ્યા છે, ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે..

