સુરેન્દ્રનગરમાં ખાદી સંસ્થાએ આચર્યું મોટું કૌભાંડ, ભૂતિયા કારીગરો બતાવી પૈસા પડાવ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદી સંસ્થા દ્વારા ચલાવવામાં આવતું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ભૂતિયા કારીગરો ઊભા કરી કૌભાંડ આચરવામાં આવતું હતું. ભોગ બનનાર પરિવાર સિટી પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.
ખાદી સંસ્થા દ્વારા ભૂતિયા કારીગરો બતાવાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદી સંસ્થા દ્વારા ફરી કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ખાદી સંસ્થા દ્વારા ભૂતિયા કારીગરો ઊભા કરી પૈસા પડાવવાનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર પરિવારજનોના નામના બેંકમાં બારોબાર ખાતા ખોલાવી નાખવામાં આવ્યા હતા. સાથે જ ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા નાના પણ જમા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ નાણાં જમા થયા બાદ ATM મારફતે રૂપિયા ઉપાડી પણ લેવામાં આવ્યા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે.
ભોગ બનનાર પરિવાર પહોંચ્યા પોલીસ મથકે
આ કૌભાંડનો ભોગ બનનાર પરિવાર સિટી પોલીસ મથકે ફરિયાદ કરાતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. જે કામદારોએ ખાદી સંસ્થા ટ્રસ્ટમાં કામ જ નથી કર્યું તેવા કારીગરોના ખાતામાં રૂપિયા જમા થયા હોવાનું પણ સામે આવ્યું છે. ભોગ બનનાર પરિવારજનો સીટી પોલીસ મથકે પહોંચિ ફરિયાદ નોંધાવી યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે, ખોટા ખાતા ખુલ્યા અને ATMમાંથી રૂપિયા કાઢ્યા અને ખોટા કામદારો પણ ટ્રસ્ટમાં બતાવવામાં આવ્યા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યાં છે.

