Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Gautam Deep Gas Agency in Sayla closed for three months; villagers threaten agitation.

VIDEO: સાયલામાં ગૌતમ દીપ ગેસ એજન્સી ૩ મહિનાથી બંધ, ગ્રામજનોએ આંદોલનની ચીમકી આપી

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી બંધ પડેલી ગૌતમ દીપ ગેસ એજન્સીને પુનઃ શરૂ કરવા માટે ગ્રામજનોએ મામલતદારને લેખિત રજૂઆત કરી છે. અગાઉ આવેલા વરસાદી વાવાઝોડાને કારણે ગોડાઉનની દીવાલ અને શેડ ધરાશાયી થતાં ગેસ એજન્સી બંધ કરવાની ફરજ પડી હતી. જેના લીધે તહેવારોના સમયે જ ૬,૫૦૦થી વધુ ગ્રાહકોને સમયસર સિલિન્ડર ન મળતા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. નવા બુકિંગ, કેવાયસી, કનેક્શન કેન્સલ અને વધારાનો ચાર્જ ચૂકવવા જેવી સમસ્યાઓથી ત્રસ્ત લોકોએ અન્ય સ્થળે જવું પડે છે. ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે કે જો આવનારા ૧૦ દિવસમાં ગેસ એજન્સી શરૂ કરવામાં નહીં આવે તો તંત્ર સામે આંદોલન કરવામાં આવશે.

App Store