Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Firing after a minor altercation between two BJP leaders

Surendranagar news: ભાજપના બે આગેવાનો વચ્ચે સામાન્ય બોલાચાલી થયા બાદ ફાયરિંગ, પગમાં ગોળી વાગતા એક ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 25 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: ભાજપના બે આગેવાનો વચ્ચે સામાન્ય બોલાચાલી થયા બાદ ફાયરિંગ, પગમાં ગોળી વાગતા એક ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરના મૂળીમાં સામાન્ય બોલાચાલીમાં જાહેરમાં ફાયરિંગની ઘટના બની છે. જેમાં સત્યજિત નામના યુવકને પગમાં ગોળી વાગતા તેને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ખસેડાયો છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ફાયરિંગ કરનાર હરીશચંદ્ર પરમાર અને ઈજાગ્રસ્ત સત્યજિત બંને ભાજપ સાથે સંકળાયેલા છે. સત્યજિત જિલ્લા પંચાયતના સભ્યનો પુત્ર છે. જ્યારે હરીશચંદ્ર પરમાર નિવૃત પોલીસકર્મી છે. અને તેમના ભાઈ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે.  

App Store