Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Fertilizer shortage for the last 15 days, farmers allege black marketing

Surendranagar: છેલ્લા 15 દિવસથી ખાતરની અછત, ખેડૂતોએ કાળા બજારીનો લગાવ્યો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરમાં ખાતરની અછતનો મામલો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના 10 તાલુકાઓના ડેપો પર છેલ્લા 15 દિવસથી ખાતર જ નથી. ત્યારે ખાતરની અછત મુદ્દે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે. પણ ખાતર ક્યાં છે એનો જવાબ નથી. આ દરમિયાન ખેડૂતોએ ખાતરની કાળા બજારી કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. 7.26 લાખ થેલીઓ ખાતરની આવી હતી પણ ક્યાં ગઈ એ એક સવાલ છે. મહત્વની વાત તો એ છે કે, અધિકારીઓને પણ ખબર નથી કે ખાતર ક્યાં ગયું. હવે ખાતરની અછતને કારણે કપાસ, મગફળી જેવા પાકોને નુકસાન થવાની ભિતી છે. 

App Store