VIDEO: ચોટીલામાં નકલી પોલીસે હોસ્પિટલ માલિકનું કર્યું અપહરણ, ગર્ભપરિક્ષણના નામે માગી 45 લાખની ખંડણી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની એક હોસ્પિટલના માલિકનું નકલી પોલીસે અપહરણ કર્યું છે. ચોટીલાની હોસ્પિટલના માલિક પાસે હોસ્પિટલમાં ગર્ભપરિક્ષણ થતું હોવાનો આરોપ લગાવી રૂપિયા 45 લાખની ખંડણી માગી હતી. હોસ્પિટલ માલિકે ખંડણી ન આપતાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ચોટીલા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લઈ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ચેષ્ટા હોસ્પિટલના મહિલા માલિકનું અપહરણ કરવામાં આવ્યું. ત્રણ શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી, પોતાને ગાંધીનગર એસ.ઓ.જી.ના કર્મચારી તરીકે રજૂ કરીને હોસ્પિટલ માલિક પાસેથી 45 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
નકલી પોલીસ બનીને આવેલા આરોપીઓએ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થાય છે તેવો આક્ષેપ કરી ખંડણી માંગી હતી.હોસ્પિટલના ડોક્ટર પાસે પહેલા 55 લાખ રૂપિયાની માંગણી કરી, પછી છેવટે 40 લાખમાં સેટલ કર્યું. ડોક્ટરે તેમના પાર્ટનરને 40 લાખ રૂપિયાનું સેટલ કરવા કહ્યું. પરંતુ પૈસા લઈને આવતા વાર લાગતા મહિલા હોસ્પિટલ માલિકનું અપહરણ કર્યું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓ રણજીત મોરી અને પ્રદિપસિંહ પરમારને ઝડપી લીધા છે. આરોપીઓના રિમાન્ડની માગણી કરવામાં આવશે.

