Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Crop planted in 1 thousand bighas destroyed due to flooding of 3 villages in Dhanad of Surendranagar

VIDEO: સુરેન્દ્રનગરના ધણાદમાં ૩ ગામોના પાણી ભરાતાં ૧ હજાર વીઘામાં વાવેલો પાક નાશ પામ્યો

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના ધણાદ ગામની સીમના ખેતરો વરસાદી પાણીના કારણે બેટમાં ફેરવાઈ ગયા છે. ચંદ્રાસર અને રાજસીતાપૂર સહિત ૩ ગામોના વરસાદી પાણી ધણાદ ગામની સીમમાં આવી પહોંચતા આશરે ૧ હજાર વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે. છેલ્લા ૧૦ દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી કપાસ, મગફળી અને તુવેર જેવા ઉભા પાકો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે.યોગ્ય નિકાલ વ્યવસ્થાના અભાવે ખેતરે જવાના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનોને વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. તંત્રના અધિકારીઓ સર્વે માટે પણ ન પહોંચતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેને લઈને ખેડૂતોમાં તંત્ર સામે રોષ છે.

App Store