Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Corruption in the riverfront work built at a cost of crores in Patdi

VIDEO: Surendranagar / પાટડીમાં કરોડના ખર્ચે બનેલા રિવરફ્રન્ટના કામમાં ભ્રષ્ટાચાર, લોકાર્પણના માત્ર 2 મહિનામાં જ તોડવાની કામગીરી શરૂ

Timeછેલ્લું અપડેટ : 15 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરના પાટડીમાં 7 કરોડના ખર્ચે બનેલા રિવરફ્રન્ટમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ તેને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. બે મહિના પહેલા જ મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે લોકાર્પણ થયેલા આ પ્રોજેક્ટમાં પહેલા જ દિવસે ગાબડાં પડવા લાગ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત પહોંચતા તંત્રએ નબળી કામગીરીનો સ્વીકાર કર્યો છે. તપાસના ડરથી એજન્સી દ્વારા ઉતાવળે રિવરફ્રન્ટ તોડીને ફરીથી નવીનીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.

App Store

અંદાજે રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રિવરફ્રન્ટ (તળાવ બ્યુટિફિકેશન) નું કામ એટલું તકલાદી હતું કે લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ તેના કાંકરા ઉખડવા લાગ્યા હતા. અંતે, વ્યાપક વિરોધ અને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી થયેલી રજૂઆતો બાદ, આ આખા રિવરફ્રન્ટને તોડવાની કામગીરી મશીનો વડે શરૂ કરી દેવામાં આવી છે.