VIDEO: સુરેન્દ્રનગરમાં દારૂ-ડ્રગ્સ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કોંગ્રેસ અને આપ કરશે જનતા રેડ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ, ડ્રગ્સનું દૂષણ અને ગેરકાયદે ખનિજ ચોરી જેવા ગુનાઓ સામે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ ગઠબંધન કરીને આક્રમક વલણ અપનાવ્યું છે. બંને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સીધી જનતા રેડ કરવાનો હુંકાર કર્યો છે. નેતાઓએ આરોપ લગાવ્યો છે કે જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ વધી રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્ર અત્યંત વ્યસ્ત હોવાથી, હવે તેમની કામગીરી પોતે સંભાળશે તેવું વિપક્ષી નેતાઓએ જણાવ્યું છે. બંને પક્ષોએ પોલીસ તંત્રને આગામી ૧૦ દિવસમાં આવી તમામ અસામજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે આહ્વાન આપી ચિંતા વ્યક્ત કરી છે.

