Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Case of death of 3 laborers in illegal mine in Bhet village

સુરેન્દ્રનગર: ભેટ ગામે ગેરકાયદેસર ખાણમાં 3 મજૂરોના મોતનો મામલો, બે આરોપીઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2025
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગર: ભેટ ગામે ગેરકાયદેસર ખાણમાં 3 મજૂરોના મોતનો મામલો, બે આરોપીઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ

સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાય સમયથી કાર્બોસેલની ગેરકાયદેસર ખાણ ધમ ધમે છે. ત્યારે આ વચ્ચે ભેટ ગામે ગેરકાયદેસર ખાણમાં ખોદકામ દરમિયાન થયેલા ત્રણ મજૂરોના મોતના મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં સરકારી જમીન પર ગેરકાયદેસર ખાણ ચલાવાવમાં આવી રહી હતી. 

App Store

 આરોપીઓની ઓળખ જશા કેરાળિયા અને જનક અણીયારીયા તરીકે થઈ 

આ મામલે પોલીસે બે આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે. આરોપીઓની ઓળખ જશા કેરાળિયા અને જનક અણીયારીયા તરીકે થઈ છે.  મુળી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.