Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Case of cheating the public, Ramdas Swami, who escaped from lockup, arrested from Godhra

Surendranagr news: જનતા સાથે છેતરપિંડીનો મામલો, લોકઅપમાંથી ફરાર રામદાસ સ્વામીની ગોધરાથી અટકાયત

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagr news: જનતા સાથે છેતરપિંડીનો મામલો,  લોકઅપમાંથી ફરાર રામદાસ સ્વામીની ગોધરાથી અટકાયત
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરના થાનગઢમાં ગૌશાળા અને આશ્રમના નામે જનતા સાથે છેતરપિંડી આચરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ, અનસૂયા આશ્રમ અને ગૌશાળાના લાભાર્થે ડ્રોની ટિકિટોનું અનધિકૃત વેચાણ કરી આશરે 3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

App Store

 07 ઇસમોની પોલીસે ધરપકડ કરી

આ કૌભાંડમાં સંડોવાયેલા 07 ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી. રિમાન્ડ પૂર્ણ થતા તમામ આરોપીઓને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, અગાઉ થાનગઢ લોકઅપમાંથી ફરાર થઈ ગયેલા રામદાસ સ્વામીની પણ ગોધરાથી અટકાયત કરી લેવામાં આવી છે. ધર્મના નામે આચરવામાં આવેલા આ મોટા આર્થિક કૌભાંડને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.