Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Attack on Khakhi in Surendranagar: Attack on Home Guard jawan in Jhinjuwala by firing in the air!

VIDEO: સુરેન્દ્રનગરમાં ખાખી પર હુમલો: ઝીંઝુવાળામાં હોમગાર્ડ જવાન પર હવામાં ફાયરિંગ કરી કરાયો હુમલો!

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાળા ગામના મસ્જિદ ચોકમાં હોમગાર્ડ જવાન મંગળસિંહ ઝાલા પર ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ૩ જેટલા અજાણ્યા યુવકોએ આવીને જવાન સાથે બોલાચાલી કર્યા બાદ હવામાં ફાયરિંગ કરી તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા હોમગાર્ડ જવાનને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત જવાનના નિવેદન મુજબ 'વિકી' નામના શખ્સ સહિત ત્રણ ઈસમોએ આ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થતાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News