Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Anganwadi worker sisters protest in Surendranagar, gather at collector's office

VIDEO: સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનો વિરોધ, પગાર વધારાની માંગ સાથે કલેક્ટર કચેરીએ ધામા

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં આંગણવાડી વર્કર બહેનોએ પગાર વધારાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. 500થી વધુ આંગણવાડી વર્કર બહેનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સરકાર સામે ઉગ્ર રજૂઆત કરી હતી. વર્કર બહેનોનું કહેવું છે કે, તેઓ ખૂબ જ ઓછા વેતનમાં ફરજ બજાવી રહ્યા છે, તેમની પાસેથી ઓનલાઈન, મેડિકલ સહિતની વિવિધ કામગીરી કરાવવામાં આવી રહી છે.

App Store

આંગણવાડી વર્કર બહેનોએ આરોપ લગાવ્યો હતો કે, હાઈકોર્ટના આદેશ છતાં તંત્ર દ્વારા તેમની સમસ્યાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી. વધતી જતી કામગીરીની સામે યોગ્ય વેતન ન મળતું હોવાના કારણે વર્કર બહેનોમાં રોષ જોવા મળ્યો હતો.

વર્કર બહેનોએ સરકારને તાત્કાલિક પગાર વધારો કરવાની માંગ કરી છે. તેમની માંગનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે. જરૂર પડ્યે ગાંધીનગરમાં ધામા નાખીને સરકાર સામે વિરોધ નોંધાવવાની પણ આંગણવાડી વર્કર બહેનોએ ચેતવણી આપી છે.