Surendranagarમાં પોલીસે કર્યો તોડકાંડ, વેપારી યુવકોને ઝડપી જુગારનો ખોટો કેસ કર્યો હોવાના આક્ષેપ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરના થાન પોલીસ પર તોડકાંડના આરોપ લાગ્યા છે. મળતી માહિતી અનુસાર પોલીસે જુગારની રેડ પાડી હતી,એ દરમિયાન જ પોલીસે તોડ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે. ખાખરાળી ચોકડી નજીક ઓફિસમાં બેઠેલા યુવકોને ઝડપી લઈ જુગારનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં 90 હજારનો તોડ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ મામલે પાંચ પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. ઉપરાંત ઓફિસમાં બેઠેલા વેપારી યુવકો પર કેસ કરી તોડ કરનાર પોલીસકર્મીઓ વેપારીઓ કાર્યવાહી ન કરે તે માટે 50 હજાર પાછા પણ આપી ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે થાન પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

