VIDEO: સુરેન્દ્રનગર સબજેલની અંદર નમકીનના પડીકામાંથી નશીલા પદાર્થોનું મોટું નેટવર્ક ઝડપાયું
સોર્સ : gstv
સુરેન્દ્રનગરની સબજેલમાં કેદીઓ સુધી નશીલા પદાર્થ પહોંચાડતા મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નમકીનના પડીકામાં નશીલા પદાર્થનું પેકિંગ કરી તેને કંપનીના અસલી પેકેટ જેવો દેખાવ આપીને જેલની અંદર મોકલવામાં આવતો હતો. સજા ભોગવી રહેલા કેદીઓ સુધી આ રીતે નશીલો સામાન પહોંચાડાતો હોવાની માહિતી મળતા જ જેલ તંત્ર સતર્ક બન્યું છે. સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને નેટવર્કના તમામ સંકળાયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા છે. જેલની નજીક આવેલી એક દુકાન પરથી આ રેકેટ સંચાલિત થતું હોવાની શંકાના આધારે પણ તપાસ ચાલી રહી છે. સાથે જ સબજેલની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવી છે.

