Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : 77-year-old woman raped in Bhonyaka village

સુરેન્દ્રનગર: લીંબડીના ભોંયકા ગામે 77 વર્ષના વૃદ્ધા પર બળાત્કાર, હોસ્પિટલમાં દાખલ કરાયા

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2025
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગર: લીંબડીના ભોંયકા ગામે 77 વર્ષના વૃદ્ધા પર બળાત્કાર, હોસ્પિટલમાં દાખલ કરાયા

Surendranagar News :  સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે. ફાયરિંગ, મારામારી, જૂથ અથડામણ અને હત્યાના બનાવો સાથે હવે બળાત્કારના બનાવો પણ વધી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોંયકા ગામે 77 વર્ષના વૃદ્ધા ઉપર બળાત્કારની ઘટના બની છે. દસ દિવસ પહેલા જ વૃદ્ધા પોતાની દીકરી જામનગર રહેતી હતી ત્યાંથી પોતાના વતન ભોંયકા ગામે ઘરે આવ્યાં હતાં. 

App Store

વૃદ્ધાને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા 

બળાત્કાર કરનાર શખ્સ પહેલા વૃદ્ધાના ઘરના નલિયા દૂર કરી ઘરમાં ઉતર્યો હતો અને પહેલા નાણાની માંગણી કરી હતી અને ત્યારબાદ તેમના પર બળાત્કાર કરી ફરાર થઇ ગયો હતો. હાલમાં વૃદ્ધાને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યાં છે.  ઘટનાના પગલે ડીવાયએસપી સહિતનો સ્ટાફ હાલ આ અંગે કામે લાગ્યો છે.

વૃદ્ધાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું

આ ઘટનામાં તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ અજાણ્યા ઈસમ દ્વારા ઘરના નળિયા ખોલી અને ઘરમાં સુતેલા આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજારતા પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે જામનગરથી તેમની દીકરી સહિતનો પરિવાર સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલે પહોંચ્યો છે અને ન્યાયની માંગણી કરવામાં આવી છે. વૃદ્ધાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે અને તેમના મેડિકલ ટેસ્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે.

હવે 77 વર્ષના વૃદ્ધા પર પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે સમાજમાં તર્ક-વિતરક સર્જાયા છે. હાલમાં ચેકઅપ માટે વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે અને પોલીસ પણ ત્યાં દોડી ગઈ છે અને આ અંગે તપાસ ધરી રહી છે.