Surendranagarમાં સર્વે ટીમના રિપોર્ટ બાદ આ 4 બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધી

સોર્સ : GSTV
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના 4 બ્રિજને સંપૂર્ણપણે બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યભરમાં જર્જરિત બ્રિજ મુદ્દે સરકાર એકશનમાં આવી છે. ગુજરાતભરમાં જર્જરિત થઈ ગયેલા બ્રિજની ચકાસણી કરવા માટેના ફરમાન જાહેર કરવામાં આવ્યા છે.
એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વે ટીમ દ્વારા રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. જેને પગલે સુરેન્દ્રનગરના 4 પુલો બંધ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર તાલુકાના ઢાંકી-છારદ ગામ પાસેનો બ્રિજ, લખતર-વણા ગામ પાસેનો બ્રિજ, વઢવાણ તાલુકાના બાલા-બાલા ફાર્મ પાસેનો બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે. લોકોની સુરક્ષા માટે બ્રિજ બંધ કરવામાં આવ્યા છે.

