સુરત/ હોટલના રૂમમાં યુવકનું મોત, યુવતી સાથે અંગત પળો માણ્યા બાદ ઢળી પડ્યો

સુરતમાં સુંવાળા સંબંધો બાંધવા માટે હાલ ઓયો હોટલમાં જવાનું યુવાનોમાં ચલણ વધી ગયું છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં આવેલી એક ઓયો હોટલમાં યુવક યુવતી સાથે ગયો હતો. આ દરમિયાન અંગત પળો માણ્યા બાદ યુવક હોટલની રૂમમાં જ યુવક પલંગ પર ઢળી પડ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું. આ અંગે હોટલના સંચાલકોએ જાણ કરતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર ડિંડોલીના એક ઓયોમાં મૂળ બિહારનો વતની એવો તારિક અનવર એક યુવતી સાથે પહોંચ્યો હતો. ઓયો હોટલમાં યુવત અને યુવતીએ પોતાના આધારકાર્ડથી ઓળખના પૂરાવા રૂપે આપ્યા હતાં. જેમાં યુવતી કોસાડની હોવાનું સામે આવ્યું છે. ઓયોના બંધ રૂમમાં સૂતા સૂતા જ તારિક અનવર નામના યુવકનું થયું મોત થયું હતું. યુવકના મોતનું કારણ હાલ અકબંધ રહ્યું છે. જેથી પીએમ માટે તેનો મૃતદેહ મોકલીને પોલીસે વધુ તપાસ હાથ ધરીછે.
ડિંડોલીના પેવેલિયન પ્લાઝામાં આવેલા જેક સ્પેરો નામની ઓયો હોટલમાં આ ઘટના બની હતી. યુવતી સાથે અંગત પળો વીતાવવા તારિક અનવર નામનો યુવક આવ્યો હતો. શારીરિક સંબંધ બનાવ્યા તુરંત બાદ જ યુવક પલંગ પર ઢળી પડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી તાત્કાલીક ઑયો હોટલના માલિકે 108 પર ફોન કરતા 108ના કર્મચારીએ ઘટના સ્થળે જ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવક સાથે આવેલી યુવતી અને હોટલ બન્ને શંકાના ઘેરામાં હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

