Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : young man was murdered in front of his house

સુરતમાં ઘરની પાસે જ યુવકની હત્યા, પરિવારની નજર સામે જ દીકરાએ ગુમાવ્યો જીવ

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સુરતમાં ઘરની પાસે જ યુવકની હત્યા, પરિવારની નજર સામે જ દીકરાએ ગુમાવ્યો જીવ

સુરતમાં અરાજકતાની હદ્દ વટાવતી ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં એક યુવકના ઘરની સામે જ 4 લુખ્ખા તત્વોએ તોફાન મચાવ્યું હતું. બાદમાં યુવકને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દઈ પોલીસે ગણતરીના સમયમાં જ ચારેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

App Store

આ પણ વાંચોઃ હીરા ઉદ્યોગના ઈતિહાસની સૌથી મોટી મંદી! 17 લાખ રત્નકલાકારોના ભાવિ અધ્ધરતાલ

જૂના ઝઘડાની અદાવતમાં હત્યા 

લિંબાયત પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મૃતક અબ્દુલ કરીમે ચારેક દિવસ અગાઉ ઘર સામે રમતા બાળકોને ના પાડી હતી. જેની અદાવત રાખીને પપ્પુએ બબાલ કરી હતી. બાદમાં તેના સાથીઓને લઈ આવ્યો હતો. ઘર સામે જ ચાર રસ્તા પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી દેતા અબ્દુલનું મોત થયું હતું. સમગ્ર મુદ્દે ગુનો નોંધી ચારેયને ગણતરીના સમયમાં ઝડપી લેવામાં આવ્યાં હતાં.  

આરોપીઓને ફાંસી આપો

મૃતકના પિતાએ કહ્યું કે, નાહી રહ્યા હતાં. છોકરાઓ રમી રહ્યા હતાં. એ દરમિયાન પપ્પુ સહિતના ચાર યુવકો ઘરમાં ઘુસી ગયા હતાં. દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં ગાળા ગાળી કરવા લાગ્યો હતો. ના પાડી તો વધારે અંદર ઘુસી ગયો હતો. અમારા દીકરા વિષે પૂછતાં અમે દુકાને હોવાનું કહ્યું હતું. બાદમાં ત્યાં જઈને તેના પર હુમલો કરી દીધો હતો. પાંસળી અને ખભાના ભાગે વાગતા તેનું મોત થયું હતું. અમને ખબર જ નહોતી. નહીતર અમે તેને ભગાવી દીધો હોત. પપ્પુને એકને જ અમે ઓળખીએ છીએ. તેણે ચપ્પુ મારીને હુમલો કર્યો અને ત્યાં જ પડી જતાં મોત નીપજ્યું હતું. અમારી એક જ માગ છે કે પપ્પુ સહિતના ચારેયને ફાંસીની સજા થવી જોઈએ.