Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Woman worker dies after falling from 10th floor of under-construction building in Dindoli

VIDEO :Surat ડીંડોલીમાં નિર્માણાધીન બિલ્ડિંગના 10મા માળેથી પટકાતા શ્રમિક મહિલાનું મોત, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી પ્રયોશા જ્વેલ નામની નિર્માણાધીન બિલ્ડિંગ સાઇટ પર ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. દસમા માળે ટાઇલ્સ લગાવવાનું કામ કરતી એક મજૂર મહિલા લિફ્ટમાંથી સામાન લેતી વખતે અચાનક નીચે પટકાઈ હતી. ગંભીર ઈજાઓને કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને અન્ય તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈને કન્સ્ટ્રક્શન સાઇટ પર સલામતી વ્યવસ્થાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

App Store