Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Woman PSI caught taking bribe with son in Surat

સુરત/ 70 હજારની પગારદાર મહિલા PSI વતી 10 હજારની લાંચ લેવામાં પુત્ર પણ ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત/ 70 હજારની પગારદાર મહિલા PSI વતી 10 હજારની લાંચ લેવામાં પુત્ર પણ ઝડપાયો

સુરતના લાલગેટ પોલીસ ચોકીના મહિલા PSI લાંચ લેતા ઝડપાયા હતાં. PSI મંજુલા પારગી વતી લાંચ લેનાર પુત્ર અશ્વિન પારગીની ACBએ ધરપકડ કરી છે. ફરિયાદીના ધંધા ઉપર કામ કરતા ટેકનીશીયન વિરુદ્ધ લાલગેટ પોલીસ ચોકીમાં અરજી આવી હતી. અરજી ઉપર CRPCની કલમ 151ની કાર્યવાહી ન કરવા 10,000ની લાંચ PSIએ માંગી હતી. ફરિયાદી લાંચ ન આપવા માંગતા હોવાથી તેમને ACBને જાણ કરી હતી. લાંચ માગનાર PSIને પકડવા ACBએ છટકુ ગોઠવ્યું હતું. 

App Store

લાલગેટ ચોકીની પીએસઆઈ મંજુલા પારગી 8 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાઈ છે. લાંચ લેવા માટે તેણે પોતાના પુત્રને સાથે રાખ્યો હતો. સીઆરપીસીની કલમ-151ના અટકાયતી પગલાં ન ભરવા માટે ટેકનિશિયન પાસે તેણે લાંચ માંગી હતી. મંજુલાનો પગાર 70 હજાર છે. એસીબીના સ્ટાફે મંજુલા શંકરલાલ પારગી અને પુત્ર અશ્વિન પારગી સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. 

એસીબીએ જણાવ્યું કે લાલગેટ વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાકટરને ત્યાં એક ટેકનિશિયન નોકરી કરતો હતો. જેની વિરૂધ્ધમાં અરજી થતાં આ કેસની તપાસ લાલગેટ પોલીસ ચોકીની મહિલા પીએસઆઈ મંજુલા પારગી કરી રહી હતી.