સુરત/ ક્યો સરકારી દસ્તાવેજ જોઈએ?, બોગસ આધાર, પાન, રેશનકાર્ડ આપતું જન સુવિધા કેન્દ્ર ઝડપાયું

સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરકારી જનસેવા કેન્દ્રોના નામે કેન્દ્રો ખોલીને સરકારી દસ્તાવેજ અપાતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ સહિતના દસ્તાવેજોમાં અધિકારીઓની ડુપ્લિકેટ સહિ અને સિક્કા મારી અપાતા હોવાનું પણ સામે આવ્યું છે. કાપોદ્રાના ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતી દુકાનદાર સામે મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.
છેલ્લા કેટલાય સમયથી બોગસ સર્ટિકાંડ ચાલતો હતો. કાપોદ્રાના કિરણ ચોક ખાતે સમગ્ર કૌભાંડ ચાલતું હતું. ભગવતી કન્સલ્ટન્સીના નામે જન સુવિધા કેન્દ્ર ચાલતું હતું. અધારકાર્ડ ,પાનકાર્ડ ,રેશનકાર્ડ ,આવક ના દાખલ સહિત ની વસ્તુ ડુપ્લીકેટ બનાવતો હતો. ડુપ્લીકેટ લાઈટ બિલ અને ડુપ્લીકેટ વેરા બિલ પણ બનાવતો હતો. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી છે.
આટલી વસ્તુ કબ્જે કરાઈ
પોલીસે મોનિટર, લેપટોપ, મંત્રા ડિવાઈસ, થમ્બ ડિવાઈઝ, પ્રિન્ટર, 80 નંગ પીવીસી કોરા કાર્ડ, સ્ટેમ્પ પેડ, ફોન, આઠ નંગ હિસાબી ચોપડા, 69 નંગ આરટીઈના ફોર્મ, 23 નંગ રેશનકાર્ડ, બિન અનામત- આવકના દાખલા નંગ 45, પાનકાર્ડ નંગ-3ની અરજી, સુમન ટેનામેન્ટ ફોર્મ વગેરે વસ્તુઓ કબ્જે લેવામાં આવી છે.

